હિન્દ ન્યુઝ, રાજકોટ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટના માર્ગદર્શન હેઠળ, “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના સ્ટાફ દ્વારા ૦૩ ડિસેમ્બરના રોજ ડૉ. સુભાષ આહીર કન્યા વિદ્યાલય, પરા પીપળીયા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધક અધિનિયમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, નારી સંરક્ષણ ગૃહ, સાયબર ફ્રોડ હેલ્પલાઈન ૧૯૩૦ અંગે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સલામતી માટે કાર્યરત યોજનાઓ, કાયદાઓ અને સેન્ટરો અંગે સમજૂત કરી જાગૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૭૦થી વધુ વિદ્યાર્થીનીઓ સહભાગી બની હતી.