ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ જિલ્લામાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેર ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરબારી વાડામાં રૂ. ૧ કરોડ ૧૪ લાખના ખર્ચે રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન(RTS) બનાવવામાં આવી રહ્યું છે. ધોરાજી ખાતે નિર્માણાધીન આ રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનનો શહેરી વિસ્તારમાંથી નગરપાલિકાની ૨૦ ટીપર વાન અને ૭ ટેક્ટરો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન કરીને એકઠો કરવામાં આવતા ૨૫ ટન જેટલા કચરાના વ્યવસ્થિત અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવશે. ટીપરવાનમાં એકત્રીત કરાયેલ કચરાને મોટા ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં ભોડા ડમ્પીંગ સાઈટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ભોડા ડમ્પ સાઈટની જગ્યામાં રૂ. ૪ કરોડના ખર્ચે મટિરિયલ રિસાયક્લિંગ ફેસિલિટી શેડ બનાવવામાં આવનાર છે. આ શેડમાં એકત્ર કરાયેલા કચરામાંથી કચરાનું વર્ગીકરણ અને પૃથક્કરણ કરીને કચરાને અલગ કરવામાં આવે છે અને રિસાયકલ કરી શકાય તેવા કચરાનું રીસાયકલીંગ કરવામાં આવશે. સ્ટેશનમાં કચરાની યોગ્ય વ્યવસ્થા થતી હોવાથી શહેરી વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ અટકાવવામાં મદદ થશે 

Related posts

Leave a Comment