જામકંડોરણા તાલુકાનાં ચાવંડી ગામ ખાતે 15મી ઓગસ્ટ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામકંડોરણા

       શ્રી સરદાર પટેલ વિનય મંદિર ચાવંડી દ્વારા 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી,આ કાર્યક્રમમાં ચાવંડી ગામ ના સરપંચ જ્યોતિષભાઈ રાંક, ઉપ સરપંચ પ્રતાપસિંહ પરમાર, સહકારી મંડળી ના મંત્રી કરશનભાઈ રાંક, સહકારી મંડળી ના કર્મચારી મથુરભાઈ અકબરી, તાલુકા શાળા ના આચાર્ય અંકુરભાઈ ઘેટીયા, સરદાર પટેલ વિનય મંદિરનાં આચાર્ય ભાલાળા ભાઈ, ઠુંમરભાઈ, અનિલભાઈ, નિશાબેન ટાંક અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાળકો અને ગ્રામજનો એ ત્રિરંગા ને સલામી આપી હતી. બાળકો એ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમ નું સંચાલન નિશાબેન ટાંકે કર્યું હતું.

રિપોર્ટર : દીપક અકબરી, જામકંડોરણા  

Related posts

Leave a Comment