હિન્દ ન્યુઝ, રાજકોટ
78 માં સ્વતંત્ર પર્વ ની ઉજવણી આખા રાષ્ટ્રમાં ભાવ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જસદણ શાખામાં ત્રિવેધી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમા ધ્વજ વંદન, ભારત માતાનું પૂજન તેમજ વિદ્યાર્થીઓ ને સન્માન તેમજ પ્રોહિતમાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જસદણ શાખાના ચેરમેન ચંદુભાઈ કચ્છી, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, સંજયભાઈ પોપટ, બેંકના ડિરેક્ટર ધનજીભાઈ હિરપરા, વિરેન્દ્રભાઈ મકાણી, શૈલેષભાઈ મકવાણા, જયકાંતભાઈ છાંટબાર, ભરતભાઈ દડવાવાળા, ચૌહાણ, અશોકભાઈ, ડો. મીનાબેન પટેલ, મેનેજર જયભાઈ, નાગરિક બેંક નો સ્ટાફ પરિવાર તેમજ બેંકના શુભેચ્છકો, ગ્રાહકો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ચંદુભાઈ કચ્છી દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે ખુબ સરસ ઉદબોધન આપેલ તેમજ પંકજભાઈ ચાંંવ દ્વારા સર્વે આવેલ મહેમાનોને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભેચ્છા તેમજ રાષ્ટ્ર પ્રેમ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર કરવા અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને ખુલ્લા કરવા બાબતે માર્ગદર્શન આપેલ. તેમજ બેંક પરિવાર અને સર્વને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપેલ. આમ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ તેમજ શૈલેષભાઈ મકવાણાએ અહલ્યાબાઈ વિષય ઉપર ખૂબ જ વિસ્તૃત માહિતી આપેલ તેમજ બેંક મેનેજર જયભાઈ દ્વારા બેંક દ્વારા આપવામાં આવતી સુવિધામાં વધારો થયેલ છે. કાર લોન તેમજ નેટ બેન્કિંગ બાબતે માહિતી આપેલ તેમજ આભાર વિધિ બેંકના ડિરેક્ટર વિરેન્દ્રભાઈ મકાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે મળી અલ્પાહાર લઈ અને છૂટા પડેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ