હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ખાતે આગામી તારીખ 2 અને 3 મેના રોજ મૂત્રમાર્ગને લગતી તમામ સમસ્યાઓ અંગે જાગૃતિલક્ષી સહનિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ.અનુપ ઠાકરના સૌજન્યથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રાહતદરે સારવાર કેમ્પનું આયોજન શલ્યતંત્ર ઓ.પી.ડી. નં. 1, રૂમ નં.106, પહેલો માળ, પંચકર્મ ભવન, ઓ.પી.ડી. બ્લોક, ધન્વંતરિ મેદાન પાસે સવારે 09:00 થી 12:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં મૂત્રમાર્ગ રોગોને લગતા લક્ષણો જેવા કે, વારંવાર પેશાબ કરવા જવું, રાત્રે ઉઠીને વારંવાર પેશાબ કરવા જવું, પેશાબમાં બળતરા, દુ:ખાવો થવો, લોહી આવવું, કિડની બથવા નળીમાં પથરી, પેશાબ અટકી અટકીને આવવો, ધીમી ધાર વાળો પેશાબ, પેશાબ કરતી વખતે જોર કરવું, પેશાબની કોથળી સંપુર્ણ ખાલી ન થવી વગેરે લક્ષણો ધરાવતા દર્દીબો માટે ખૂબ જ ઉપયોગી સારવાર અને નિદાન કરવામાં આવશે. જામનગરની જાહેર જનતાને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે ડો. ટી.એસ દુધમલ, ડો. પી.બી.જોશી. અને ડૉ. વાઇ.આર.મેઘાણીની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.