રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઇમ્પિરિયલ હાઈટ્સમાં નીચે પટકાતાં યુવાનનું મોત

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ ડી-માર્ટ સામે મારૂતિનગર-૧માં રહેતો અક્ષય મનોજભાઇ અંબાસણા ઉ.૨૦ નામનો ગુર્જર સુથાર યુવાન તેના ભાઇ સંજયભાઇ તથા બીજા કારીગરો સાથે ૧૫૦ રીંગ રોડ પર  ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલ અંબિકા નામના શો રૂમમાં રિનોવેશન કામ ચાલતું હોઇ ત્યાં ફર્નિચર કામ કરતો હતો. ત્યારે લાકડાના ઘોડા પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment