રાજકોટ શહેર જીલ્લા બેંકની ચૂંટણીમાં ઈતિહાસમાં પેહલીવાર તમામ ૧૭ બેઠકો બિનહરીફ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તાલુકા બેઠક પરથી વિજય સખિયાએ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. પરંતુ જયેશ રાદડિયાની સમજાવટ બાદ તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આ શ્રેય હું મારા પિતાના ચરણોમાં મુકું છું. વર્ષ ૧૯૫૯ બાદ પેહલીવાર તમામ બેઠક બિનહરીફ થઇ છે. મહત્વનું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં રાદડિયાની પેનલ સામે ફોર્મ ભરનાર વિજય સખીયા અને યજ્ઞેશ દોશી પણ હાજર રહ્યા હતા. વિજય સખીયા એ પેહલા હરદેવસિંહ જાડેજાએ યાર્ડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કાર્યનો આક્ષેપ પણ કર્યો હતો.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment