રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી પાંચ માસનું ભૃણ મળી આવ્યુ

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડન બિંલ્ડીંગની પાછળની સાઇડ સેન્ટ્રલ બાયો મેડિકલ વેસ્ટ કલકેસન પાસે બાળક જેવુ મૃતદેહ પડયો હોવાનુ સફાઇ કામદારને ધ્યાને આવતા કે.ટી. ચિલ્ડન સિકયુરીટી સુપરવાઇઝર દક્ષાબેન મકવાણા સહિતા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઘટનાની નોધ કરી પંચનામુ કરી ભૃણનુ D.N.A. મેળવી F.S.L. માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથધરી છે. સિવિલ હોસ્પિટલમાં જ જનાના હોસ્પિટલ આવેલુ હોય તો ત્યાં પણ થોડા દિવસોમાં કોઇ મિસ ડિલેવરી થઇ હોય અને દર્દીના સગા અહિયા જ ભૃણ નાખી ગયા હોવાની તથા કોઇ અન્ય સ્થળ પર ગર્ભપાત કરાવી અત્રે ભૃણ નાખી ગયાની શંકાઓ સાથે પોલીસે તપાસનો ઘમાઘમાટ શરૂ કર્યો છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment