કોઇપણ રાષ્‍ટ્રની ઓળખ તેના વન્‍યજીવોની તેણે કરેલી માવજત ઉપરથી થાય છે

હિન્દ ન્યુઝ, ગુજરાત

      પ્રાકૃતિક સૌંદર્ય અને વન્‍ય જીવોની મઝા માણવા માટે ગુજરાત એ સ્‍થાનની ભૂમિ છે. દરેક ઋતુમાં નવપલ્‍લવિત થતાં વૃક્ષો, વિશાળ ફલકમાં પથરાયેલા લીલાછમ ખેતરો અને અમાપ દરિયાઇ સિમાડાથી ઘેરાયેલી ગુજરાતની ભૂમિ પ્રાકૃતિક સંપદાઓ ધરાવતા જંગલોથી ધન્‍ય બની છે. દુર્લભ એવા વન્‍યજીવોના વસવાટની ભૂમિ પર સર્વજીવો રક્ષિત છે. જે વન્‍યજીવની હાજરીથી ગુજરાતની ઓળખ સમગ્ર વિશ્વમા બની છે. તે એશિયાઇ સિંહો ગીરના જંગલોમાં વસવાટ કરે છે. જેમાં મોસમના મિજાજ ધારણ કરતાં જંગલો માં ગીર, લીલાછમ ઘાસોથી આચ્‍છાદીત ભૂમિ માં વેળાવદર, વિશાળ પરિદ્રશ્યમાં કચ્છનુ નાનુ રણ, વિશાળ જીવસૃષ્‍ટિની ભૂમિમાં નળ સરોવર, દરિયાઇ ટાપુમાં પીરોતણના ટાપુ, મોસીમ ગીચ જંગલોમાં ડાંગના ઘીચ જંગલો આ તમામ સ્‍થળ પ્રવાસન કેન્‍દ્ર તરીકે ઊભરી આવ્‍યું છે. વન્‍ય જીવોના રક્ષણ માટે તેમજ પ્રવાસીઓના આનંદ-પ્રમોદ માટે ગુજરાત વન્‍યજીવ સૃષ્‍ટિ વસાહતોને રક્ષિત જાહેર કરી છે. જેમાં રાષ્‍ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યોમાં વન્‍યજીવોની પ્રકૃતિને અનુરૂપ તેના માટેનું પર્યાવરણ અને તેઓને નૈસર્ગિક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસો રાજ્ય સરકારે કરેલ છે.

Related posts

Leave a Comment