પોરબંદરની બાલુબા શાળામાંઆસામના વિદ્યાર્થીઓએ ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો બધા વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ અને ગરબાના તાલે રમ્યા

હિન્દ ન્યુઝ, પોરબંદર

            માધવપુર ઘેડના મેળામાં આવેલા આસામના વિદ્યાર્થીઓએ ગુજરાતના ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો હતો. આ સાથે બાલૂબા શાળાની વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ નૃત્ય કરી કર્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર પોરબંદર જિલ્લામાં ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતની ભાતીગળ પરંપરાગત સંસ્કૃતિનું સમન્વય થઈ રહ્યું છે. આ કાર્યક્રમ પોરબંદરની બાલુબા વિદ્યાલયમાં યોજાયો હતો. કાર્યક્રમમાં આસામના વિદ્યાર્થીઓએ આસામનો લોકપ્રિય બિહુ નૃત્ય કર્યું હતું તથા ગુજરાતી ગરબાના સ્ટેપ લીધા હતા.આ ઉપરાંત બાલુભા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ગરબા અને આસામનો લોકપ્રિય બિહુ નૃત્ય કર્યું હતું. આ ઉપરાંત તમામ વિધાથીઓએ એક સાથે સૌએ સાથે ગરબા અને બિહુ નૃત્ય કર્યા હતા.

યુવા સંગમ કાર્યક્રમ હેઠળ આસામથી આવેલા કોલેજના વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપી ગુજરાતી ગરબાના વખાણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલને આવકારી હતી. આ ઉપરાંત માધ્યમિક શિષ્યવૃતિ ધોરણ ૯ ની ૪ ચાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, આચાર્ય સંદીપ ભાઈ સોની, અરુણાબેન મારું, આસામથી આવેલા પ્રફેસરો, સ્કૂલના ટ્રસ્ટી રમાબેન, વિધાર્થીઓ અને બાલુબા કન્યા વિદ્યાલયનો સ્ટાફ અને આસામની જુદી જુદી કોલેજૉના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આસામથી આવેલા અધ્યાપકોને ગાંધીજીને પ્રિય ચરખો આપી એનું સ્વાગત કર્યું હતું.

 

Related posts

Leave a Comment