શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૫૪૭ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો મોચીનગર મેઈન રોડ, શીતલપાર્ક, ઉગતાપોરની મેલડીમાં મેઈન રોડ, અક્ષરનગર, ભારતીનગર મેઈન રોડ, ગોવીંદપાર્ક, ગાંધિગ્રામ મેઈન રોડ્ તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, રૈયાધાર સ્લમ એરિયા, શાસ્ત્રીનગર, રૈયાગામ, વિશ્વકર્મા સોસાયટી, નાણાવટી ચોક, આવાસ ક્વાર્ટર, ગોપાલ ચોક, શાંતીનગર ગેટ પાસે, વૈશાલી ચોક, ગાધીગ્રામ, એચ.કે. ચોક વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી,નટરાજનગર, RMC આવાસ, ભીડભંજન સોસાયટી, પાટીદાર ચોક, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ધરમનગર મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, દ્વારકાધીશ પંપ સામે, ભવાની ચોક, નાગેશ્વર, હરીનગર સોસાયટી, જલારામ સોસાયટી, નારાયણનગર મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૫૨ (બાવન) પશુઓ માર્કેટીંગ યાર્ડ, હુકડો ક્વાર્ટર, રામ સોસાયટી, શીવમ સોસાયટી, શીવનગર, નવાગામ, છપ્પનીયા ક્વાર્ટર, જયજવાન જયકીશાન, સંત કબીર મેઈન રોડ, નરશિંહ નગર, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, જકાતનાકા, સેટેલાઈટ ચોક, પચ્ચીસ વરીયા ક્વાર્ટર્સ, ઠાકર ચોક, સીલ્વર નેસ્ટ સોસાયટી, વાળીનાથચોક, હુકડો ક્વાર્ટર, R.T.O. પાછળનો વિસ્તાર, મયુરનગર, મચ્છાનગર વિગેરે વિસ્તારોમાંથી ૪૦ (ચાલીસ) પશુઓ, ભગવતીપરા, ન્યુ શક્તિ સોસાઅયટી, શ્રી રામ પાર્ક, મેંગો મર્કેટ, આર્યનગર વિગેરે વિસ્તારોમાંથી ૪૨ (બેતાલીસ) પશુઓ, ર્કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્ટ, ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, શીતળાધાર, આજીડેમ પોલિસ સ્ટેશન સામે, સીતારામ સોસાયટી, માનસરોવર  વિગેરે વિસ્તારમાંથી ૧૦ (દસ) પશુઓ, રસુલપરા, રવેચીપાર્ક, જીવરાજપાર્ક, પુનીતનગર સોસાયટી, વાવડી મેઈન રોડ, વૃંદાવન સોસાયટી, અંબીકટાઉનશીપ, ભીમનગર રોડ, જડુસ ચોક  વિગેરે વિસ્તારમાંથી ૧૩ (તેર) પશુઓ, મનહરપુર, ઘંટેશ્વર ગામ ગેટ પાસે,  ઘંટેશ્વર પચ્ચીસ વકરીયા ક્વાર્ટર્સ, વિનયવાટીકા સોસાયટી, યોગરાજનગર, અવધપાર્ક, શાસ્ત્રીનગર, દ્વારકાધીસ પંપ સામે વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, અવધનો ઢાળીયો, ભોજલરામ સોસાયટી, મવડી ગામ, અંબિકા ટાઉનશીપ, કલાકોટ પાટીયા  વિગેરે વિસ્તારમાંથી ૧૩ (તેર) પશુઓ, હુકડો શાક મર્કેટ, મારૂતીનગર મેઈન રોડ, શ્રધ્ધા સોસાયટી, હરીધવા મેઈન રોડ, રવિપાર્ક મેઈન રોડ, નીલકંઠ પાર્ક મેઈન રોડ, સહકાર રોડ, મેહુલનગર વિગેરે વિસ્તારમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, માધવવાટીકા, આજીડેમ ચોકડી,ચુનારવાડ ચોક, કુબલીયા પરા, નવા થોરાળા વિગેરે વિસ્તારોમાંથી ૧૮ (અઢાર) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૫૪૭ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment