હિન્દ ન્યુઝ, જસદણ
લગ્ન પ્રસંગ માં લોકો ધૂમધામ થી લગ્ન કરી રહ્યા હોઈ છે ત્યારે જસદણ શહેર માં રહેતો અને રાજકોટ સોફ્ટવેર એન્જિનિયર તરીકે બિઝનેસ કરતા કાર્તિકભાઈ ઢોલરીયા ને એક અનોખો વિચાર આવ્યો કે મારા લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ નું આયોજન કરવું છે તેવો વિચાર પરિવાર સમક્ષ અને મિત્રો સમક્ષ મુકતા પરિવારજનો આ વિચાર ને વધાવ્યો હતો જસદણ ના કાર્તિક ઢોલરીયા ના લગ્ન પ્રસંગે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ ગ્લોબલ એજ્યુકેશન ચરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 બોટલ રક્ત એકત્રિત થયું હતું રક્તદાન કેમ્પ માં શ્રી ખોડલધામ ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી દિનેશભાઇ બામંભણીયા તેમજ જસદણ તાલુકા કન્વીનર નરેશભાઈ દરેડ, મુન્નાભાઈ સોજીત્રા, જેડીભાઈ ઢોલરીયા અને પરીવારજનો દીપપ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો.
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ