હિન્દ ન્યુઝ, જસદણ
આ કેસની હકીકત જોતા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના યુવાન દ્વારા મોબાઈલ ગેમમાં મહારાષ્ટ્ર – મુંબઈની છોકરી સાથે સંપર્ક થયેલ અને બંને ગેમ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલ અને મહારાષ્ટ્ર – મુંબઈની છોકરીએ ગુજરાતના યુવાનને મુંબઈ મળવા બોલાવેલ અને આ યુવાન ગુજરાતથી મુંબઈ પહોંચતા છોકરીએ તેની સાથે ગુજરાત આવવાની જીદ કરતા બંને ગુજરાતના રાજુલા ખાતે આવેલ અને થોડા સમય બાદ છોકરીના પરિવાર દ્વારા મહારાષ્ટ્ર મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને મહારાષ્ટ્ર – મુંબઈ પોલીસ લોકેશનના આધારે ગુજરાતના રાજુલા ખાતે આવી પહોંચતા બંનેની ધરપકડ કરેલ અને મહારાષ્ટ્ર – મુંબઈ ખાતે લઈ ગયેલ મહારાષ્ટ્ર – મુંબઈ પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરતા યુવાનને મુંબઈની આધારવાડી જેલ ખાતે મોકલી દેવામાં આવેલ. આમ યુવાનના પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના – રાજકોટ જિલ્લાના – જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીનો સંપર્ક કરી સઘળી હકીકતની જાણ કરતા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા મહારાષ્ટ્ર – મુંબઈની આધારવાડી જેલ ખાતે રાખવામાં આવેલ ગુજરાતના યુવાનની મુલાકાત લઈ સઘળી માહિતી એકઠી અને સાચી હકીકત એક્ઠી કરેલ અને જસદણ શહેરના યુવા એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી અને મુંબઇના એડવોકેટ પી.વી.ગાઢવે દ્વારા જામીન અરજી મહારાષ્ટ્રના મુંબઈના કલ્યાણ કોર્ટ ખાતે મુકવામાં આવેલ અને બંને એડવોકેટ દ્વારા આધાર પુરાવો અને સાચી હકીકતોને ધ્યાને મૂકી – ધારદાર દલીલો રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સાચી હકીકતોને ધ્યાને લઈ મહારાષ્ટ્ર – મુંબઈની નામદાર કલ્યાણ કોર્ટ દ્વારા ગુજરાતના યુવાનના જામીન મંજૂર કરી યુવાનને છોડવાનો હુકમ કરવામાં આવેલ અને યુવાન ગુજરાત પોતાના વતન ખાતે પરત આવેલ. આમ ગુજરાત રાજ્યના રાજુલાના યુવાનના એડવોકેટ તરીકે પી.વી.ગાઢવે અને ગુજરાતના રાજકોટ જિલ્લાના, જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ