જસદણ આઇ.ટી.આઇ ખાતે તા.8 થી 10 ફેબ્રઆરી ટેકનો એક્સીબીશન યોજાયું હતું

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ આઈ.ટી.આઈ ખાતે ટેકનો એક્સિબિશન યોજાયુ હતુ જેમાં જસદણ તાલુકા માંથી જુદી જુદી સ્કૂલના અંદાજીત 1800 વિદ્યાર્થીઓ દ્વારા આ એક્સીબીશનની મુલાકાત લેવામાં આવી હતી. જસદણ તાલુકાના વિકાસ અર્થે આ એક આગવી પહેલ આઇ.ટી.આઇના તાલીમાર્થીઓએ કરી હોય તેવું કહી શકાય. મુલાકાત લેનાર અલગ અલગ વિભાગના શિક્ષકો તથા મુલાકાતીઓ દ્વારા મળતા એહવાલ મુજબ આ એક્સીબીશન જાણે કોઈ એન્જિનિયરિંગ કોલેજનું હોય તેવું લાગતું હતું.

માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું સ્લોગન “વોકલ ફોર લોકલ” ને ચરિતાર્થ કરવા માટે તાલીમાર્થીઓએ ખૂબ મહેનત રજૂ કરી હતી. આઇ.ટી.આઇ જસદણના પ્રિન્સીપાલ રીનાબેન વિઠલાણી દ્વારા આઇ.ટી.આઇ સ્ટાફ ટીમ તથા તાલીમાર્થઓને અભિનંદન પાઠવ્યા હતા. ડી.કે.મકવાણા, એન. એ. વાજા, એમ.વી. કડવાણી એ કોમ્પ્યુટર ટ્રેડ પ્રોજેક્ટ, એમ.વી.કોટડીયા,ડી.એમ.ઓડેદરા એ વાયારમેન ટ્રેડ પ્રોજેક્ટ, એન યુ.સિતાપરા, ભરતભાઈ ખાંભલા એ ઇલેક્ટ્રીકલ પ્રોજેક્ટ, એચ.જે.જાપડા, ડી.કે.બધેકા એ મિકેનિકલ પ્રોજેક્ટ ચૌહાણ એ વેલ્ડર પ્રોજેક્ટ તથા જરૂરી સાધન સામગ્રી અર્થે કુ.દિપાલી.એમ.ચાંવ એ મહત્વનું યોગદાન આપેલ હતું. આઇ.ટી.આઇ ફોરમેન કે.એન.ચુડાસમા દ્વારા સમગ્ર આઇ.ટી.આઇ ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment