હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારત સરકાર દ્વારા રવિ ૨૦૨૨- ૨૩ ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. રવિ ૨૦૨૨-૨૩ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ ( PSS ) હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૧૦/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. ખરીદી અન્વયે તા. ૦૧-૦૨-૨૦૨૩ થી તા. ૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી “વિલેઝ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર” VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે.જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે. ઓનલાઇન નોધણી થયેલ ખેડુતોની જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ(ફરજિયાત), ૭/૧૨, ૮-અ નક્લ, ફોર્મ નંબર-૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો ચણા પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક સાથે લઈ જવાનું રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)