રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 
રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી તારીખ: ૨૭/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.  
૧. સિટી બસ (RMTS) સેવા                      
• જનરલ-            
• રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.     
• સિટી બસ સેવા (RMTS)માં તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૯૫,૭૭૪ કિ.મી. ચાલેલ છે. તથા કુલ                    ૧,૭૧,૨૫૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. 
• સિટી બસમાં થયેલ કામગીરી:-  
 • સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન                કરવાનું કાર્ય     ચાલુ છે. 
• સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-            
• સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૮,૯૦૦ કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ!. ૩,૧૧,૫૦૦ /-      ની પેનલ્ટી કરવામાં આવેલ છે.       
• સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૩૨,૮૦૦/- ની પેનલ્ટી આપવામાં આવેલી છે.
• સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૦૭(સાત) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા ૦૧(એક)         કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. 
• ચેકીંગ દરમિયાન કુલ ૧૧ (અગિયાર) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! ૧,૨૧૦/- નો દંડ વસુલ કરવામાં      આવેલ છે.   
        
૨. બી.આર.ટી.એસ. બસ સેવા    
• જનરલ-         
• રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮ BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.    
• બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૪૯,૮૪૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ         ૧,૮૬,૭૪૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
• બી.આર.ટી.એસ. બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ :-   
• બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી  રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૪,૦૫૦/- ની        પેનલ્ટી કરવામાં આવેલ છે.     
                               
 સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTS બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે. 

Related posts

Leave a Comment