ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, પંચમહાલ

આજરોજ પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ સ્વામિનારાયણ મંદિર હોલ, ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા હતા. પૂર્ણાં કિશોરીઓને પૂર્ણાં શિલ્ડ, પૂર્ણાં કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન બારીઆ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મણીબેન, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન, પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન તરાલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ/મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : ફિરદોસ ગુનિયા, ગોધરા

Related posts

Leave a Comment