રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

   સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના માન. સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

       આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજકોટ માન. મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માન. કમલેશભાઈ મીરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી માન. બિનાબેન આચાર્ય, ધારાસભ્ય રાજકોટ માન. ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અને ડે. મેયર RMC માન. ડૉ. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રાજકોટ માન. રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ માન. કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા માન. વિનુભાઈ ધવા, વિપક્ષ નેતા માન. ભાનુબેન સોરાણી, દંડક શાસક પક્ષ માન. સુરેન્દ્રસિંહ વાળા તથા બહોળી સંખ્યામાં પતંગબાજો અને નગરજનો ઉપસ્થિત રહેશે.

       આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ અનુસંધાને ગઈકાલ તા. ૦૯-૦૧-૨૦૨૩નાં રોજ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય અને ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક શાસક પક્ષ સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, સહાયક કમિશનર એચ. આર. પટેલ, ફાયર ઓફિસર આઈ. વી. ખેર, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, આસી. મેનેજર કૌશિક ઉનાવા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, જન સંપર્ક અધિકારી બી.ટી.રાઠોડ તેમજ અન્ય શાખાના અધિકારીઓએ ડી.એચ. ગ્રાઉન્ડની વિઝિટ કરી હતી.

       આ પતંગ મહોત્સવમાં ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના ૭ રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતંગબાજો ભાગ લેનાર છે. આ સાથે G20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સમગ્ર રાજયમાં ૮ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા જીલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.    

Related posts

Leave a Comment