સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, ભુજ

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૧૦-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરઅટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ અટલ સરોવરની આશરે ૭૦%, રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આશરે ૭૫% અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આશરે ૯૦% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે.

       રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોડ વર્ક, પવાર ડકટ, ICT ડકટ, સાયકલ ટ્રેક, સ્ટોર્મ વોટર, ફૂટપાથ વિગેરેની કામગીરી ચાલુ છે તેમજ અટલ સરોવર ખાતે લોઅર પાથ-વે, અપર પાથ-વે, ૪૦ મીટરનાં ફ્લેગ માસ્ટ પાસેના એન્ટ્રન્સ એરિયા, પાર્કિંગ, ગાર્ડનિંગ, સાયકલ ટ્રેક, લેન્ડ સ્કેપિંગ, ટ્રેલીસ, ટેન સ્ટાઈલ્સ કેનોપી સ્ટ્રક્ચર વિગેરેની કામગીરી ચાલુ છે.

 રૈયાધાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ પાસે બની રહેલ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજના પાણીને ત્રણ વખત ફિલ્ટર કરીને અટલ સરોવર માટે વપરાશમાં લઈ શકાશે. જેની કામગીરી હાલ આશરે ૯૦% પૂર્ણ થઇ ગઈ છે. આ પ્રોજેક્ટની કામગીરીનું પણ મ્યુનિ. કમિશનરએ નિરીક્ષણ કર્યું હતું.

આજની વિઝિટમાં મ્યુનિ, કમિશનર અમિત અરોરાએ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી સિટી એન્જી. જતીન પંડ્યા અને એચ. એમ. સોંડાગર, DEE એચ. પી. પરમાર વિગેરે હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment