રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર

કેવા પ્રકારની ખેતી કરવી કેટલો પાણીનો વપરાશ કરવો એમ અલગ અલગ પ્રકારની માહિતીઓ ખેતીવાડીના અધિકારી, વન વિભાગના અધિકારી દ્વારા ખેડૂતો ને માર્ગદર્શન અપાયું

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ. જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ની ઉપસ્થિતિમાં શિબીર યોજાઈ હતી.આ ખેડૂત લક્ષી શિબીર માં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોને જાગૃતિ લાવવા માટે વન વિભાગના અધિકારી રાજુભાઈ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષોનું વાવેતર કરવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ખેડૂતોને ડબલ આવક થાય તેવા હેતુસર વન વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેવા પ્રકારની ખેતી કરવી કેટલા પાણીનો વપરાશ કરવો એમ અલગ અલગ પ્રકારની માહિતીઓ ખેતીવાડીના અધિકારી, વન વિભાગના અધિકારી રાધનપુર ધારાસભ્ય અને અલગ અલગ ખેડૂતો દ્વારા આવેલા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.પ્રતિશિલ પિયુષ ભાઈ ખેડૂત એ વધુમાં જણાવ્યું હતું.કે કામલપૂર ના ખેડૂતો 21 કરોડથી વધારે ખેતી ઉત્પદાન મેળવે છે. પશુપાનલમાં લાખો રૂપિયા ની ઇન્કમ મેળવી રહ્યા છે તેવું ખેડૂત
પિયુષ ભાઈ એ જણાવ્યુ હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment