હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભારત સરકાર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૨ના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે તા.૨૩/૧૨/૨૦૨૨ના રોજ નાયબ કલેક્ટર કચેરી, ઈણાજ સભાખંડ ખાતે ઉજવણી થશે. આ કાર્યક્રમના સૂચારુ આયોજન અંગે અધિક જિલ્લા કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી.
‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે યોજાનાર આ કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સને લગતા ઈનિશિએટિવ તેમજ પ્રેક્ટિસ જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની ઉજવણી થશે. કાર્યક્રમના સુચારૂ આયોજન, વ્યવસ્થા, દેખરેખ તેમજ વિવિધ મુદ્દે સંકલન અંગે મિટિંગમાં અધિક જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના તમામ શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ કલેક્ટર, મુખ્યમહેમાન તેમજ મહાનુભાવો તેમજ સંબંધિત વિભાગના પદાધિકારીઓ અને શહેર નાગરિકોની પણ ઉપસ્થિતિ રહેશે.