ગીર-સોમનાથ જિલ્લાના ૩૪ સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

            પોલીસ મહાનિરિક્ષકશ્રી (ઇન્ટેલીજન્સ)સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોગુજરાત રાજ્યગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં મુકવામાં આવેલ કુલ-૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે મુજબ નિયંત્રણો મુકવા  આવ્યા છે અને તેનો  ભંગ ન થાય તે આવશ્યક છે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ, બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.  

આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ  જિલ્લાના વિસ્તારના ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું આવ્યો છે તેમજ ઓફિસર ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનમાં દર્શાવેલ જોગવાઈઓની અમલવારી કરવાની રહેશે આ જાહેરનામુ ૨૨/૧૨/૨૦૨૨થી ૬૦ દીવસ  સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ  શિક્ષાને પાત્ર થશે.

જિલ્લામાં રેડઝોન અને યેલોઝોન અને ગ્રીન ઝોનમાં મુકવામાં આવેલ સ્થળોમાં સોમનાથ ટેમ્પલ પ્રભાસ-પાટણભાલ્કા ટેમ્પલવેરાવળસ્પેશીયલ બ્યુરો ઓફીસ સુત્રાપાડાકોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળસબ જેલ (વેરાવળતાલાળા,ઉના), ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટ વેરાવળ અને ઉનાકલેકટર ઓફીસ ગીર-સોમનાથપોલીસ અધિક્ષક ઓફીસ ગીર-સોમનાથપોર્ટ ઓફીસ વેરાવળછારા પોર્ટ કોડીનાર૬૬ કેવી સબ સ્ટેશન વેરાવળ અને પ્રભાસ-પાટણ૨૨૦ કેવી સબ સ્ટેશન કન્સારી ઉના૧૩૨ કેવી સબ સ્ટેશન તાલાળા૨૨૦ કેવી સબ સ્ટેશન ટીંબડી સુત્રાપાડારેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ વેરાવળહીરણ ડેમ-૨ તાલાળાસીવીલ હોસ્પિટલ વેરાવળલાઇટ હાઉસ વેરાવળલાઇટ હાઉસ નવાબંદર ઉનામાઇક્રો વેવ ટાવર વેરાવળઉના અને કોડીનારઈન્ડીયન રેયોન કંપની વેરાવળઅંબુજા સિમેન્ટ કંપની કોડીનારસિધ્ધી સીમેન્ટ કંપની સુત્રાપાડા અને જી.એચ.સી.એલ. સુત્રાપાડા, ઉના બ્રિજ નંબર-૩૪૦વોટર ટેંક વેરાવળ અને લોકોશેડ વેરાવળનો સમાવેશ થાય છે

Related posts

Leave a Comment