હિન્દ ન્યુઝ, જસદણ
કોઠી ગામમાં રહેતા ભાવેશ જાપડીયાએ ફેસબુક ઉપર લાઇસન્સ વિના હથિયાર સાથે ફોટો અપલોડ કરતા ફરિયાદ નોંધાઈ ગુન્હો આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપી નંબર-૧ નાએ પોતાની પાસે કોઇ હથિયાર તે પરવાનો કે લાયસન્સ ન હોવા છતા સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ફેસબુક આઇ-ડી (koli Bhavesh Zapadiya) નામના એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી તેમજ મરણજનાર આરોપી નંબર-૩ નાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી નંબર-૧ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી લાયસન્સ ધારકની શરત ભંગ કરી તેમજ આરોપી નંબર-૩ ગઇ તારીખ-૦૪/૦૯/૨૦૨૨ ના રોજ મરણગયેલ હોય તેમ છતા આરોપી નંબર-૨ નાએ સદરહુ હથીયાર આજદીન સુધી પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ