સાંતલપુર: મઢુત્રા ખાતે નર્મદા નિગમની કેનાલ મા ૧૦ ફૂટનું ગાબડું વાવેતર કરેલા પાકને નુકસાન

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા માં અવારનવાર માઇનોર કેનાલો માં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે ફરી એકવાર કેનાલ માં ગાબડું પડયું છે અને મોટા પ્રમાણ માં ખેડૂતો ને નુકશાન થયાની ભીતિ સર્જાઈ છે. પાટણ જિલ્લા માં ગાબડું પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે થોડા દિવસ અગાઉ પણ સાંતલપુર નાં જોરાવર ગઢ પાસે પસાર થતી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ફરી વળ્યા હતા. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નાં મઢુત્રા માઇનોર કેનાલ માં ફરીથી ગાબડું પડતા ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. આસપાસ નાં ખેતરો માં પાણી ફરી વળવા ના કારણે એરંડા નાં પાકને મોટા પાયે નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે.રવી પાક ની સીઝન સમયે પાટણ જિલ્લા માં અવર નવાર કેનાલો માં ગાબડાં પડવાને કારણે ખેડૂતો ની સ્થિતિ કફોડી બની ગઈ છે.

પાટણ જિલ્લાના નાં સાંતલપુર તાલુકાના નાં મઢુત્રા માઇનોર કેનાલ માં ગાબડું પડ્યું છે. જેના કારણે આસપાસ નાં વિસ્તાર માં ખેતરો માં પાણી ફરી વળ્યુ છે.કેનાલ માં સાફ સફાઈ પૂરતા પ્રમાણ માં નથી થતી.અને હલકી ગુણવત્તા ની કેનાલ માં કામગીરી થઈ હોવાની વિગતો બહાર આવી છે.ખેડૂતો વારંવાર થઈ રહ્યા છે પરેશાન. રાધનપુર ,સાંતલપુર પંથક મા નર્મદા નિગમ ની કેનાલો ની સાફ સફાઈ રિપેરિંગ તેમજ ઝાડ કટિંગ બાબતે અવારનવાર જોવા મળ્યા પ્રશ્નો.! ખેડુતો ની હાલત કફોડી બનતી જાય છે. ખેડુતો પરેશાન છે ખેડૂતો નાં જણાવ્યા અનુસાર નિગમ ની બેદરકારી ને કારણે કેનાલ ઓવરફ્લો થાય છે.અને હલકી ગુણવત્તા ની કામગિરી નાં લીધે વારંવાર કેનાલો માં ગાબડાં પડી રહ્યા છે.હાલ એરંડા નાં પાકને નુક્સાન થવાની ભીતી સર્જાતા ખેડૂતો માં નિગમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment