વિંછીયા પો.સ્ટે વિસ્તારમાંથી ઇંગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી તથા એસ.ઓ.જી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પ્રોહીબીશનના વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને મળેલ બાતમી આધારે હકીકત મળેલ કે ઇસ્વરભાઇ ભવાનભાઇ બાવળીયા રહે મોટામાત્રા ગામ તા.વિંછીયા જી.રાજકોટ વાળા એ વિંછીયા ગામ થી ઓરી ગામ તરફ જતા કાચા રસ્તા પાસે ની સીમમાં આવેલ રાજુભાઇ સવશીભાઇ બારૈયા રહે વિંછીયા વાળાના ખેતર ના સેઢા પાસે આવેલ ખરાબાની જગ્યામાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારેલ છે અને પોતાના માણસો દ્વારા દારૂનુ વેચાણ કરે એવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે રેઇડ કરતા ઇગ્લીસ દારૂની કુલ બોટલ નંગ -૨૦૩ પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં આરોપી ઇશ્વરભાઇ ભવાનભાઇ બાવળીયા રહે મોટામાત્રા તા.વિંછીયા જી.રાજકોટ ( પકડવા પર બાકી ) ( ૨ ) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર કબ્જે કરેલ મુદામાલ માં મેજીક મોમેન્ટસ ગ્રેન વોડકા ફોર સેલ ઇન હરીયાણા બોટલ નંગ- ૯૫ ( ૨ ) રોકીંગ વોડકા ઓરેન્જ ફ્લેવર્ડ ફોર સેલ ઇન રાજસ્થાન બોટલ નંગ- ૪૮ ( 3 ) ફીરમીનોસ ઓરેન્જ ટ્રીપલ ચાર્કોલ ફીલ્ટર્ડ વોડકા ફોર સેલ ઇન ગોવા બોટલ નંગ -૩૬ ( ૪ ) એડરીએલ ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન ગોવા બોટલો નંગ- ૨૪ ( ૫ ) એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયાઃ- ૧,૦૫,૯૦૦ કામગીરી કરનાર અધિકારી એસ.ઓ.જી- પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સાહેબ તથા પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એલ.સી.બી- પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એસ.જે.રાણા તથા પો.હે કોન્સ અનિલભાઈ ગુજરાતી તથા પો.કોન્સ પ્રણયભાઇ સાવરીયા

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment