હિન્દ ન્યુઝ, તાલાળા
સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તાલાળા ગીર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ (એસએસઆઇપી)૨.૦ હેઠળના કાર્યક્રમમાં ઓનલાઇન ઝૂમ મીટના માધ્યમથી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ હૈદરે (એસએસઆઇપી)૨.૦ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ ખુલ્લું મૂક્યું હતુ. જેમાં સમ્રગ રાજ્યભરની તમામ કોલેજના આચાર્ય, કો-ઓડીનેટ, અઘ્યાપક તેમજ બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ જોડાયા હતા.
સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ – તાલાળા ખાતેના કાર્યક્રમમાં અધ્યાપક લાડાણી દ્વારા SSIP ૨.૦ વિશે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું કે, આગામી સમયમા શિક્ષણ જગતમા આવી રહેલી નવી શિક્ષણ નીતિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ ૨.૦ના મુખ્ય ચાવીરૂપ ભૂમિકા નિભાવશે. તેમ તેમણે જણાવ્યું હતું.
SSIP ૨.૦ નાં કો-ઓર્ડીનેટર ધર્મેશ વાવૈયાએ SSIP ૧.૦ અને ૨.૦ વિશેની ઊંડાણ પુર્વક ચર્ચા કરી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ વિશે વિસ્તૃત જાણકારી આપતા “સંશોધનને કોઈ સીમાડો નડતો નથી” તે વાત સ્પષ્ટ કરી હતી.
આ પ્રસંગ પ્રતિક ઉનડકટ, ડો. સંજય ચાવડાએ શિક્ષણ અને સંશોધન વિશે પ્રાથમિક માહિતી આપી હતો. તેમજ ડો. યોગેશ પંડ્યાએ અભાર વ્યક્ત કરી કાર્યક્યામનું સમાપન કર્યું.
