હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SVAP અંતર્ગત જનજાગૃતિ અભિયાનને વેગવંતું બનાવવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લાની વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓએ જાહેર સ્થળો પર ધારદાર શેરી નાટકો અને લોકગીતો પ્રસ્તુત કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
આવતીકાલે 22 એપ્રિલના રોજ આ અભિયાનના ભાગરૂપે ભવ્ય જન જાગૃતિ રેલી અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ મહાપર્વમાં અચૂક મતદાન કરી એક જવાબદાર નાગરિકની ફરજ નિભાવીએ.
