આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાંધણગેસના બાટલાનુ વેચાણ તથા રીફીલીંગ કરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય રાજકોટ પોલીસ અધિક્ષક બલરામમીણા સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ ઉપર વોચ રાખી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને ખાનગી બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે આટકોટ માં આવેલ પોસ્ટ ઓફીસ ની પાછળ ના ભાગે આવેલ શ્રીજી ગેસ એજન્સી ના માલીક જીગરભાઇ છગનભાઇ વઘાસીયા રહે આટકોટ પોસ્ટ ઓફીસ ની પાછળ જી.રાજકોટ વાળો પોતાના આર્થીક ફાયદાસારુ શ્રીજી ગેસ એજન્સી ની આડ માં ઇન્ડેન તથા સુપર ગેસ કંપની ના રાંધણ ગેસ ના બાટલા કોઇપણ બીલ કે આધાર પુરાવા વગર બ્લેક માં મેળવી તેનુ ગેરકાયદેસર રીતે બ્લેક માં વેચાણ તથા રીફીલીંગ કરે છે. જે હકિકત આધારે હકિકત વાળી જગ્યા એ રેઇડ કરી ગેરકાયદેસર રાંધણગેસ ના બાટલા તથા ઇલેક્ટ્રીક મોટર સાથે જીગરભાઇ છગનભાઇ વઘાસીયા રહે આટકોટ વાળા ને પકડી પાડી આગળ ની ધટતી કાર્યવાહી કરવા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે . પકડાયેલ આરોપી જીગરભાઇ છગનભાઇ વધાસીયા જાતે પટેલ ઉ.વ. ૨૮ રહે આટકોટ પોસ્ટ ઓફીસ ની પાછળ જી.રાજકોટ કબ્જે કરેલ મુદામાલઃ ( ૧ ) ઇન્ડેન કંપની ના રાંધણ ગેસ ના ખાલી તથા ગેસ ભરેલ બાટલા નંગ -૧૬ કિ.રૂ .૪૮,૦૦૦ / ( ૨ ) સુપરગેસ કંપની ના રાંધણ ગેસ ના ખાલી તથા ગેસ ભરેલ બાટલા નંગ -૧૦ કિ.રૂ .૩૦,૦૦૦ / ( ૩ ) ગેસ રીફીલીંગ કરવા માટેની ડબલ રેગ્યુલેટર વાળી ઇલેક્ટ્રીક મોટર નંગ -૧ કિ.રૂ. ૫,૦૦૦ / કુલ મુદ્દામાલ . કિ.રૂ .૮૩,૦૦૦ / કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઃ એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ્પેક્ટર એચ, એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ હાજર રહેલ

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment