“વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

હિન્દ ન્યુઝ, ચોટીલા

ચોટીલામાં ૧૮ વર્ષથી કાર્યરત રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ ૨૦ માર્ચ ને રવિવાર ના રોજ સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૧ વાગ્યા સુધી ચોટીલા શહેરના ચામુંડા રોડ પર આવેલ સરકારી ગોડાઉન સામે આવેલ પુસ્તક પરબ ખાતે ચકલીના માળા અને પક્ષીને પાણી પીવા માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે સંસ્થા દ્વારા ૧૮ વર્ષમાં ચોટીલાની અલગ-અલગ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ તથા ચોટીલા શહેરીજનોને અંદાજે ૨૦,૦૦૦ જેટલા પાણીના કુંડા અને અંદાજે ૭૦૦૦ જેટલા પૂંઠાના ચકલી ઘર તેમજ ૨૦૦૦ જેટલા માટી ના ચકલી ઘર નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય સંસ્થા ના કાર્યાલયે હંમેશા ચકલી ઘર અને કુંડાનું રાહત ભાવે વિતરણ પણ શરૂ જ હોઈ છે.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment