રાધનપુર, માનવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર, માનવ સેવા ગ્રુપ દ્વારા અબોલ પશુ પક્ષીઓ  માટે થતી આવી છે સેવાકીય પ્રવૃત્તિઓ, આજે માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્વારા રાધનપુર ની બાજુ માં હાઇવે પર ૩ વર્ષ થી એકજ જગ્યાએ બેઠેલાં એક ભિક્ષુક ગુરુજી ની ૩ વર્ષ થી રોજ સવાર સાંજ બંને ટાઈમ જમવાનું આપવા જતા ગૌસ્વામી રમેશ ભાઈ સેવા આપી રહ્યા હતા ત્યારબાદ રમેશ ભાઈ એ સાધુ હરેશભાઈ ને જાણ કરતાં “અપના ઘર આશ્રમ” ઉમતા નો સંપર્ક કરવામાં આવ્યો હતો,અને એ ભિક્ષુક ગુરુજીને ત્યાંઆશ્રમ મા મોકલવા માટે આગળ તજવીજ હાથ ધરવામાં આવી હતી, રાધનપુર પોલીસ સ્ટેશન ના પી.આઇ. રબારી અને માનવ સેવા ગ્રુપ ના સક્રિય સભ્ય હરેશભાઈ, ભરતભાઈ પ્રજાપતિ, પિનાકીન ભાઈ પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફ એ ભિક્ષુક ને નવડાવી, વાળ દાઢી કરી આશ્રમ લઇ જવામાં આવ્યા હતા. આમ અનેક વાર ગરીબો ને ધાબળા વિતરણ, અબોલ પશુ પક્ષીઓ ની સારવાર પણ આ ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે. માનવ સેવા ગ્રુપ રાધનપુર ના દરેક સભ્યો ના સાથ સહકાર થી અનેક આવા કાર્ય કરવામાં આવે છે, તથા સંપૂર્ણ જવાબદારી લઇ આવા માણસો ને વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આમ, માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યરત છે તથા વધુ માં  સાધુ હરેશભાઈ એ જણાવ્યું હતું કે હર હંમેશ આ ગ્રુપ દ્વારા સેવામાં આગળ રહેશું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment