ખાડા અને ધૂળની ડમરી ઓથી રાહદારીઓ પરેશાન

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર 

ગળતેશ્વર તાલકાના લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળેલ, વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યું પરંતુ ઉકેલ નહીં. ગળતેશ્વર તાલુકામાં રસ્તાઓ બાબતે અવારનવાર રજૂઆતો થતી હોય અને ગળતેશ્વર તાલુકાના મોટાભાગના ગામડાઓને જોડતા રસ્તા માં પડેલા ખાડાઓથી રાહદારીઓ હેરાન પરેશાન છે. ગળતેશ્વર તાલુકાના પાલી તાબે લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં છે આ ગામના લોકો ૨૦ થી ૨૫ વર્ષ થી રસ્તા થી વંચિત છે ગામજનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં આશ્વાસન મળ્યું છે ગામની વસ્તી અંદાજે ૧૫૦૦થી ૧૭૦૦ ધરાવતું ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં છે. રસ્તો નહિ બનતા જ ગામના રહીશો માં રોષની લાગણી વ્યાપી છે લાલાના મુવાડા ગામ નો રસ્તો મુખ્ય માર્ગ હોવાથી ખાડા પડી ગયા છે અને અવર જવર કરતાં ગામના લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે હવે જવાબદાર અધિકારીઓ વહેલી તકે આ માર્ગનું કામ ચાલુ કરાવે તેવી લોકોની માગણી ઉઠી છે.

રિપોર્ટર : મુકેશ પરમાર, ગળતેશ્વર 

Related posts

Leave a Comment