વિકસતી જાતિ કલ્યાણ યોજના અંતર્ગત ૨.૧૧ લાખ લાભાર્થીઓને રૂ.૨૭૮૪ લાખની સહાય ચૂકવાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

              રાજયના જરૂરતમંદ અને અંતરીયાળ સરહદના છેવાડાના પાત્રતા ધરાવતા લોકોને વ્યકિતગત થી લઇ સમુહયોજનાનો સીધો લાભ મળે તે માટે યોજાતા ગરીબ કલ્યાણ મેળા હેઠળ કચ્છ જિલ્લામાં પણ ૨૫મી ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો ભુજ ખાતે યોજાશે. અનેકવિધ યોજનાનો લાભ એક જ સ્થળેથી વિતરણ કરવાના આ મેળામાં કચ્છ જિલ્લામાં ટાઉનહોલ, ભુજ ખાતે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૮૮ લાભાર્થીને રૂ.૧૦.૧૨ લાખની સહાય અને માનવ ગરીમા યોજના હેઠળ ૫ લાભાર્થીને રૂ.૪૨ હજારની સહાય ચૂકવાશે. સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા વિકસતી જાતિ કલ્યાણ યોજના હેઠળ ૨૧૧૪૩૧ લાભાર્થીઓને ૮ યોજના અન્વયે રૂ.૨૭૮૪.૫૬ લાખની સહાય આપવામાં આવી છે એમ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટ દ્વારા જણાવાયું છે. જે પૈકી વર્ષ ૨૦૨૧-૨૨ ની પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૨૭૧ લાભાર્થીઓને રૂ.૧૧૪ લાખની, કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ ૫૭૯ લાભાર્થીઓને રૂ.૬૨.૩૬ લાખની, સાતફેરા સમુહલગ્ન અંતર્ગત ૩૨ લાભાર્થીઓને રૂ.૪.૪૭ લાખની, માનવ ગરીમા યોજનાના ૨૦૬ લાભાર્થીને રૂ.૩૦.૫૬ લાખની, ધોરણ-૯ કન્યાઓને મફત સાયકલ આપવા માટેની સરસ્વતી સાધના યોજનામાં ૪૬૯૭ કન્યાઓને રૂ.૧૯૯ લાખની, વિદેશ અભ્યાસ માટેની લોનના ત્રણ લાભાર્થીને રૂ.૯ લાખની પ્રિમેટિક શિષ્યવૃતિ (ગણેશ સહાય સહિત) માટે ૨૦૨૦૦૦ લાભાર્થીને રૂ.૨૨૮૩.૮૮ લાખની, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિના ૩૬૪૩ લાભાર્થીઓને રૂ.૮૧.૨૯ લાખની થઇ કુલે ૨૧૧૪૩૧ લાભાર્થીને રૂ.૨૭૮૪.૫૬ લાખની સહાય ચૂકવાઇ છે.

Related posts

Leave a Comment