કાલાવડ ખાતે “સમાજની વહારે સમાજ” સુત્રને સાર્થક કરતો ભરવાડ સમાજ પૂરહોનારતમાં ભરવાડ સમાજને થયેલ નુકશાનીમાં મદદ કરવા માટે કાલાવડના રણુંજાધામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કાલાવડ

                             કાલાવડ તાલુકાના રણુંજાધામમાં રામદેવપીરના મંદિરમાં ભરવાડ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ. હાલમાં જ અતિવૃષ્ટિને પરીણામે જામનગર જિલ્લામાં તબાહી સર્જાઈ હતી જેમા ખાસ કરીને ભરવાડ સમાજના અસંખ્ય પશુઓનું મોત થયુ છે.

જેને પરિણામે રોજીરોટી છીનવાઈ ગઈ છે અને સાથો સાથ રહેણાંક મકાન સહિત ઘરવખરી પણ પૂર પ્રકોપમાં તણાઈ ગઈ છે. ભરવાડ સમાજના અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કરવા માટે આ મિટિંગ યોજીને “સમાજની વહારે સમાજ” સુત્રને સાર્થક કરેલ. આ મિટિંગમાં સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરીબાપુ (થરા-ઝાઝાવડા), ભરતપુરી બાપુ (થરા), બાલારામ બાપુ (બેટદ્વારકા), મુન્ના બાપુ (શિવપુરીધામ – દ્વારકા), ગાંડુભગત (મચ્છુ માતાજીની જગ્યા – મોરબી), કનુભગત (ગોપાલધામ-જુનાગઢ), દેવીદાસબાપુ (ગોમટા) વગેરે સાધુસંતોની સાથે ભરવાડ સમાજના ભામાશા એવા ગોરધનભાઈ સરસીયા (સુરત), ખેંગારભાઈ ભરવાડ (કે. કે. સાહેબ), જયેશભાઇ ગોલતર (મોરબી), મોતીભાઈ મુંધવા (મોરબી), રૈયાભાઈ મુંધવા, ધારાભાઈ રાતડીયા (કચ્છ), ગેલાભાઈ ભુંડીયા (કચ્છ), વિરમભાઈ વકાતર (જામનગર), ઘેલાભાઈ વરૂ, હરીભાઈ ટોયટા, હરેશભાઇ ઝાપડા, રાજુભાઈ ઝાપડા, મછાભાઈ ઠુંગા, ગોવિંદભાઈ ઝાપડા, જેન્તિભાઈ ટોયટા, સામતભાઈ, ભોજાભાઈ વી. ટોયટા, નાજાભાઇ મુંધવા, અજાભાઈ, હકાભાઈ, વસુભાઈ, સુરેશભાઈ બાંભવા, ભરતભાઈ ટોયટા, નાગજીભાઈ ગમારા, રાજુભાઈ જોગસવા, લખમણભાઇ બાંભવા તેમજ અનેક નામી આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. જામનગર જિલ્લામાં અતિસય વરસાદ પડવાથી ભરવાડ સમાજના ગાય, ભેંસ, ઘેટાં-બકરાનું મોત તેમજ ઘર અને ઘરવખરીના નુકસાનમાં સમાજના લોકોને રાહત ચૂકવવા માટે ફંડ એકત્ર કરી ગામે ગામ જઈ નુકશાનીની વિગત મેળવી 15,54,500/- (પંદર લાખ ચોપન હજાર પાંચસો) રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. જામનગર જિલ્લાનો કુલ રોકડ ફાળો રૂ. 10,79,000 થયો અને બાકીના ઘટતા રૂ. 4,75,500 ઘનશ્યામપુરીબાપુએ પોતાના ભંડોળમાંથી આપેલ.

                     જેમા કાલાવડ ગામના બે ભરવાડ યુવાનો પાણીમાં તણાઈ રહ્યા હતા તેમને બચાવવા કાલાવડના જ મહમદ હુસેન અજિતરાય સમા એ પોતાના જીવના જોખમે બન્ને ભરવાડને બચાવી લીધા પરંતું પોતે પાણીમાં તણાઈ જતા તેમનું મોત નિપજ્યું હતું.

ભરવાડ સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળેલ અને તેમના ઘરે જઈને નાની બે દીકરી નિરાધાર થયેલ તેમને એક લાખ રૂપિયાની ભરવાડ સમાજના ધર્મગુરુ પૂજ્યશ્રી ઘનશ્યામપુરી બાપુના હસ્તે સહાય ચુકવેલ. આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા . 

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકવા 

Related posts

Leave a Comment