પાટણ સમસ્ત ઘાંચી સમાજ ખાતે પ્રધાનમંત્રી ઉજજ્લા યોજના અંતર્ગત ૯૩ લાભાર્થી બહેનો ને ગેસકીટ નુ વિતરણ

હિન્દ ન્યુઝ, વેરાવળ

તા.23/09/2021 ને શનિવાર ના સવારે 11:00 વાગ્યે પાટણ સમસ્ત ઘાંચી સમાજ ખાતે પ્રધાનમંત્રી ઉજજ્લા યોજના અંતર્ગત ૯૩ લાભાર્થી બહેનો ને ગેસકીટ નુ વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે દિલીપ ભાઈ મોરી એ ગેસ નો ચુલા ને કેવી રીતે ચલાવવું અને માટે કોઈ ઘટના બને ત્યારે તેનું નિરાકરણ કેવી રીતે લઈ આવવું તેની સંપૂર્ણ માહિતી આપેલ. ત્યારબાદ ગેસ કીટ નું વિતરણ હાજર રહેલ વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે પાટણ સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજ ના અધ્યક્ષ હારૂન મોઢીયા, પાટણ સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ હારૂન ભાઈ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન ફારૂક મલિક પેરેડાઈઝ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગુલામ ખાન સિદ્દીક ખાન, કાઉન્સીલરો મુસાભાઇ વાકોટ, સલીમભાઈ પંજા (સોડાવાલા) ધરતી ગેસ એજન્સીના ભરતભાઈ ડોડિયા, હારૂન ભાઇ ડાભલા, હનીફ ભાઈ કાલવાત, યુનુસભાઇ હુશેનભાઈ ગઢીયા, તેમજ વિવિધ જ્ઞાતિના અનેક આગેવાનો એ ખાસ હાજરી આપેલ. આ પ્રોગ્રામ નુ સફળ સંચાલન યાસીનભાઈ ભાદરકા, ફારૂકભાઈ કાલવાણી તેમજ તેમની ટીમ દ્વારા બહુ જ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવેલ. હાજર રહેલ તમામ આગેવાનોએ આ ટીમ દ્વારા વેરાવળ પાટણ શહેર સહિત જિલ્લાભરમાં કરવામાં આવતી કામગીરીને બિરદાવી તેમના હોશલા બુલંદ કરેલ.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment