ધનકવાડા હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદરના ધનકવાડામાં બિરાજમાન માં હિંગળાજ મંદિર ખાતે હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ચંદ્રક એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી દિયોદર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત માં હીંગલાજના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી ખુલો મુકવામાં આવ્યો. જેમાં ધનકવાડા હીંગલાજ યુવક મંડળના તમામ યુવાનો દ્વારા શિલ્ડ સાફો અને તલવાર આપી દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી અને સેનાપતિ રા.અ.પો.દળ વાલિયા ભરૂચનું સન્માન કરવામાં આવ્યું હતું તે બાદ કાર્યક્રમમાં ધનકવાડા ગ્રામજનો દ્વારા માં હીંગલાજના ધામને નવા ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભેંપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રી મંડળ ધનકવાડા હિંગળાજ મંદિર ને ગુજરાત સરકાર રાજ્ય પ્રવાસન યાત્રાધામ માં સમાવેશ કરવામાં આવે તે બાબતે પણ નક્કી કરવામાં આવ્યું છે ત્યાર બાદ દેશ નું યુવાધન બરબાદી ના પંથે ધકેલાઈ રહ્યું છે જે યુવક મંડળ ને વિચાર આવતા આજે સમગ્ર ગામ સાથે મળી સંકલ્પ કરતા નક્કી કરવામાં આવ્યું કે ધનકવાડા ગામ વ્યસન મુક્ત થાય તે પણ નક્કી કરી બંને સન્માનિત પોલીસ અધિકારીઓ ને વચન આપી સમગ્ર ગામમાં દારૂ મુક્ત કરશુ ત્યારે બને અધિકારીઓ એ ધનકવાડા ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા અને દિયોદર પોલિસ અધિકારી પી એચ ચૌધરીએ તાત્કાલિક દિયોદર પી.એસ.આઈ. ને જાણ કરી વેચનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવા સૂચના આપતા તમામ ગ્રામજનો દ્વારા પોલીસ અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. જે પ્રસંગે દિયોદર પત્રકાર એશોએશિન ટીમ ની સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેમાં ધનકવાડા યુવક મંડળ ના તમામ યુવાનો તેમજ ગામના વડીલ આગેવનોએ અને આજુબાજુ ના ગામના યુવાનો હાજર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment