નાલસા તથા સાલસા દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ હેઠળ તા. ૦૨ ઓક્ટોબર થી તા. ૧૪ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

નાલસા તથા સાલસા દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ કરવાનું આયોજન કરેલ છે. જે (આઝાદી કા અમૃત મહોત્સવ ) નો ભાગ છે અને તા. ૮/૧૧/૨૦૨૧ થી તા. ૧૪/૧૧/૨૦૨૧ સુધી લીગલ સર્વિસીસ વીક તરીકે મનાવવાનું જાહેર કરેલ છે. ભારત દેશમાં આશરે ૨.૭૫ લાખથી વધારે ગ્રામ પંચાયત છે અને ૬.૭ લાખ જેટલા ગામો છે અને આશરે ૪૧૦૦ જેટલી મ્યુનિસિપલ સંસ્થાઓ છે. ભારતની કુલ વસ્તીના ૭૦ % વસ્તી ગામડાઓમાં રહે છે. જે ગરીબ, અભણ તથા પછાત છે તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે અને તેમના કાયદાકીય અધિકાર અંગેની જાણકારી મળે તેવો ઉદ્દેશ છે. આ કાર્યક્રમ ભારત દેશના દ્વારા ૭૫ વર્ષ દરમ્યાન મેળવેલ સિધ્ધિઓ વિશ્વને બતાવવામાં આવશે. તેમજ આવનારા ૨૫ વર્ષ માટે ફ્રેમ વર્ક ફોર ગાઈડન્સ પણ આપવામાં આવશે. નાલસા આ કાર્યક્રમ દ્વારા દેશના દરેક શહેરના તથા ગામડાના લોકો સુધી પહોંચવા માંગે છે. આ કાર્યક્રમ ૨ ઓકટોબર – ૨૦૨૧ થી શરૂ થઈ ૧૪ નવેમ્બર – ૨૦૨૧ ના રોજ પુરો થશે. આ સમય દરમ્યાન લીગલ સર્વિસીસ ઓથોરિટી અનેક પ્રકારના જાગૃતિ કાર્યક્રમો કરશે અને દેશના દરેક વ્યકિત સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. આ કાર્યક્રમ ન્યાય ખાતા સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓનો સહકાર લઈ કરવામાં આવશે. નાલસા દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા આપેલ છે અને તે સમગ્ર ભારતમાં વર્ચ્યુઅલ તથા ફિઝિકલ બન્ને રીતે કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમ્યાન નાલસા દ્વારા નીચેના દિવસોને ખાસ દિવસો તરીકે જાહેર કરેલાં છે અને તે દિવસે વિશેષ કાર્યક્રમ કરવામાં આવશે. તા. ૨ ઓક્ટોબર – ગાંધી જયંતિ , તા. ૧૦ ઓકટોબર – મેન્ટલ હેલ્થ ડે, તા. ૧૧ ઓકટોબર – ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ ચાઈલ્ડ, તા. ૧૫ ઓકટોબર – વર્લ્ડ સ્ટુડન્ટ ડે, તા. ૨૪ ઓકટોબર – યુ.એન. ડે , તા. ૯ નવેમ્બર – લીગલ સર્વિસીસ ડે, તા. ૧૪ નવેમ્બર ચીલ્ડ્રન ડે તેમજ કલોઝર ઓફ ઈવેન્ટ.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment