થરાદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન પત્ર આપવામા આવ્યુ

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ તાલુકા મા અત્યારે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે જ્યારે અત્યારના સમયમાં વરસાદ માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગૌ શાળાના સંચાલકોને અત્યારે ગૌશાળા ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અત્યારે આવી વિકટ પરિસ્થિતિના સમયમાં જયારે એક બાજુ કોરોના અને બીજી બાજુ વરસાદ ના આવતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા લોકોને ત્યારે પોતાનું જીવન નિર્વાહ ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેવા સમયમાં ગૌશાળા સંચાલકો ને ગૌ શાળા ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે ત્યારે થરાદ તાલુકા ની બધી જ ગૌ શાળાના સંચાલકોએ ભેગા મળીને થરાદ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ગૌશાળામાં ગાયો માટે ઘાસચારાની ખુબ જ અછત ઊભી થઈ છે અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી લોકો ઘાસચારાના ભાવ વધારી દીધા છે અને તે છતાં પણ લોકો ઘાસચારો આપતા નથી એના કારણે ઘાસચારાની ખૂબ જ અછત છે ઘાસચારાના અભાવના કારણે ગૌશાળામાં ગોવંશ નો નિભાવ કરવો કઠિન છે તથા પાંજરાપોળમાં પશુ ને જીવાડવુ ઘણું મુશ્કેલ છે. દુષ્કાળની પરિસ્થિતિ ના કારણે તાલુકાના ગામોમાંથી પણ ગોવંશ ગૌશાળામા આવશે જેના કારણે ગૌશાળા પાંજરાપોળ માં સંખ્યા ખૂબ જ વધશે. દુષ્કાળની સ્થિતીને કારણે ઘાસ ચારા નો ભાવ ખૂબ જ વધી ગયેલ છે અને ઘાસચારાની અછત પણ ખૂબ છે. સરકાર ઘાસચારાની વ્યવસ્થા કરે અથવા સહાય ચૂકવે જેથી ગૌવંશ ને બચાવી શકીએ એવી રજૂઆત કરવામા આવી હતી.

રિપોર્ટર : ભરત રાજપૂત, થરાદ

Related posts

Leave a Comment