બોટાદના સરવઈ ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ સંપન્ન: વન્ય પ્રાણીઓની ઓળખ, પ્રકૃતિના સંવર્ધન સહિતના મુદ્દાઓને આવરીને બાળકોને માર્ગદર્શિત કરાયા

‘વન્ય પ્રાણી સપ્તાહ’

હિન્દ ન્યુઝ, બોટાદ 

         રાજ્યમાં તારીખ 2 થી 8 ઓકટોબર દરમિયાન 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 

         બોટાદ જિલ્લા નાયબ વન સંરક્ષક આયુષ વર્માના માર્ગદર્શન હેઠળ બોટાદ રેન્જ દ્વારા સરવઈ ગામની શાળાના બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વન્ય પ્રાણીઓનું મહત્વ, વન્ય પ્રાણીઓની ઓળખ સહિતના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. “વન્ય પ્રાણી સપ્તાહ”ની ઉજવણી થકી પ્રકૃતિ પ્રત્યે આદરની ભાવના ઉજાગર થાય છે, સાથોસાથ લોકોને વન્યજીવોના સંરક્ષણ માટે સક્રિય હિમાયતી બનવા પણ પ્રેરિત કરે છે.  

Related posts

Leave a Comment