વિરમગામ રૂરલ પોલીસે કતલખાને લઇ જવાતા 67 પશુ સાથે ટ્રક ઝડપી લીધી

વિરમગામ રૂરલ પોલીસે એક માસ અગાઉ પણ 7 પશુ ભરેલી આઇસર ગાડી સાથે બે શખ્સને ઝડપી લીધા હતા

હિન્દ ન્યુઝ, વિરમગામ

અમદાવાદ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂરલ પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન સચાણા ફાટક પાસે રોડ ઉપર શકમંદ ટ્રક પસાર થતા રોકી તેની તલાસી લેતા કતલખાને લઈ જવાતી નાની મોટી 76 ભેંસો સાથે એક ઇસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ પો.સ્ટે વિસ્તારમાં પી.એસ.આઇ વી.એ.શેખ, અ.હે.કો રમેશભાઈ ગણેશભાઈ મકવાણા, પો.કો બીપીનભાઈ દિલીપભાઈ મકવાણા, પો.કો કિરણભાઈ ગણેશભાઈ ભરવાડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સચાણા ફાટક નજીક એક અશોક લેલન ટ્રક પૂરઝડપે આવતી હતી. જે આ બાબતે સક પડતા ગાડી થોભાવી તપાસ કરતા ગાડીમાં ઘાસચારો અને પાણીની સુવિધા વગર તળિયામાં માટીની કોઈ વ્યવસ્થા નહોતી અને પશુઓને દોરડાથી બાંધી ત્રાસ ઉપજે તે રીતે ગાડીમાં ખીચોખીચ ભરી કતલખાને લઇ જવાતા કુલ નાના મોટા 67 પશુઓ જેની કુલ કિંમત રૂપિયા 3,35,000/- તથા ટ્રક ની કિંમત રૂપિયા 8 લાખ મળી કુલ રૂપિયા 11,35000/- ના મુદ્દામાલ સાથે મહેબૂબખાન નૂરખાન મોગલ (રહે. વરવાડા, ઊંઝા-મહેસાણા) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર : કીરીટભાઇ રાઠોડ, વિરમગામ

Related posts

Leave a Comment