ભાવનગર જીલ્લામાં તા.૨૦ જુલાઇ સુધી ગામોગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભાવનગર જિલ્લાના ગાય અને ભેંસ વર્ગના પશુઓ રાખતા પશુપાલકોને “ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત પોતાના ગાય અને ભેંસ વર્ગના પશુઓને પશુઓની ઓળખાણ માટે આધાર યોજનાની જેમ પશુઓના કાને કડી લગાવવાના કાર્યક્રમનો અંતિમ તબક્કો તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી ચાલુ છે. પશુઓની કાનની કડી તમામ પ્રકારની સરકારશ્રીની યોજનાનો લાભ તથા અતિવૃષ્ટિ, ભૂંકપ, રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે પશુ ઓળખ અતીઉપયોગી નીવડે છે.

     આ ઉપરાંત પશુઓને આપવામાં આવતા રસી, કૃમિનાશક દવા, કૃત્રિમ બીજદાન વગેરેના રેકર્ડ પણ સરળતાથી નીભાવી શકાશે. જેથી ગાય અને ભેંસ વર્ગનાં પશુઓ રાખતા હોય તેવા પશુપાલકો ભારત સરકારની યોજનાથી બાકાત ન રહી જાય તે માટે સર્વ પશુપાલકોને નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી આપના પશુઓને આધાર યોજના સમાન ઈયર ટેગીગ કરાવી આપના પશુને બારકોર્ડ ડીજીટથી આગવી ઓળખ સુનિશ્ચિત કરવા પુન અપીલ છે.

    હાલમાં ભાવનગર જીલ્લામાં પશુપાલન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગામોગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી ચાલુ હોય તા.૨૦/૦૭/૨૦૨૧ પહેલા પોતાના દરેક પશુઓને કાને કડી લગાવી લેવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment