ગીર-સોમનાથમાં સાતમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૦ યોગ કોચ અને ૧૦ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

 

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

 સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનો શુભારંભ વર્ચ્યુલ માધ્યમથી કરાવ્યો હતો. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનરોને અધિક કલેકટર એસ.જે.ખાચરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

        ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૧૬ યોગ કોચ અને ૪૩૦ જેટલ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૮૩૦ જેટલા લોકો કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ઓનલાઇન યોગની તાલીમ મેળવી રહ્યા છે. તેમજ વર્ષ દરમ્યાન તાલીમ આપતા યોગ કોચ અને ટ્રેનરોમાંથી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ તેમના દ્વારા રેગ્યુલર ચલાવવામાં આવતા તાલીમ વર્ગ સિધ્ધી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વીન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment