હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાધનપુર નગર માં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધતાં રોગચાળા એ માઝા મૂકી છે. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષ નાં તરુણને ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતા નગરજનો માં ફડફડાટ જોવા મળી રહ્યો છે.ડેન્ગ્યુ પોઝિટિવ તરુણ ને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષીય પ્રણામ ભરતભાઈ સોની ને ચાર દિવસ થી સતત તાવ આવતો હતો. તાવમાં પીડિત તરુણ ને તા 19 નવેમ્બર એ રાધનપુર ની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થ લઈ ગયા હતા. જે દરમિયાન ડોક્ટર દ્વારા બીમાર તરૂણ નો રીપોર્ટ કરાવવા બ્લડ સેમ્પલ લેબોરેટરી માં મોકલાયા હતા. ત્રણેક દિવસ ની સારવાર બાદ તરુણ ની તબિયત માં સુધારો નાં આવતા અંતે તરુણ ને વધું સારવાર અર્થે પાટણ ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે તરુણ નાં પિતા ભરતભાઈ એ જણાવ્યુ હતું કે અમારી સોસાયટી અને સોસાયટી બહાર ફેલાયેલ ગંદકી બાબતે વારંવાર રાધનપુર નગરપાલીકા ને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નથી તેમજ ગંદકી ને કારણે મારા દીકરા ને ડેન્ગ્યુ થયો હોવાની વાત વ્યકત કરી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર