હિન્દ ન્યુઝ, અમીરગઢ
આજે તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ જેથી કલસ્ટરનું સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 નું આયોજન શ્રી મહાદેવીયા પ્રાથમિક શાળા માં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં જેથી કલસ્ટર ના સી.આર.સી કો ઓડિટનર રજેસિંહ ચૌહાણ બે કેન્દ્ર શાળા આચાર્ય પ્રકાશભાઈ પટેલ પેટા શાળા ના આચાર્યગણ મહાદેવીયા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ માર્ગદર્શક શિક્ષકઓ 40 જેટલા બાળ વૈજ્ઞાનિકો મહાદેવરીયા એસએમસીના તમામ સભ્યોઓ ગ્રામજનો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ સાબ્દિક સ્વાગત મહાદેવીયા પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ ભાટી તરફથી કરવામાં આવેલ સી.આર.સી ઓડિટનર રજેસિંહ ચૌહાણ તરફથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ સંદર્ભે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ એક થી પાંચ માં કુલ 20 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવેલ નિર્ણાયકઓએ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ. મહાદેવીયા પ્રાથમિક શાળા તરફથી સૌને ભોજન પ્રસાદી આપવામાં આવેલ સી.આર.સી ઓડિટનર રજેસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાદેવિયા પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ ભાટી તથા સમગ્ર સ્ટાફ મળી કાર્યક્રમને સફળ બનાવેલ
અહેવાલ : વિશાલસિંહ ચૌહાણ, અમીરગઢ