હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી નવેમ્બર/૨૦૨૨ – ડિસેમ્બર/૨૦૨૨ નાં માસ દરમિયાન તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ નાગપાંચમી, તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન, તા.૦૩/૧૨/૨૦૨૨ ના રોજ ગીતા જ્યંતિ, તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતગણતરી, તા.૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી રામદાસ જ્યંતિ, તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ શિવરાત્રી તથા તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ નાતાલ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ બહાર પાડવુ જરૂરી જણાતા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.
આ જાહેરનામું તા.૨૭/૧૨/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે તેમ અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ.હકીમ ઝવેરી