લાખણી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુક્સાન

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પણ આવ્યો હતો જેને લઈ લાખણી પંથકના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. લાખણીનાં ભાકડીયાલ ગામે પરમાર રમેશભાઈ ને ત્યાં બનાવેલો પતરાનો શેડ ઉડી જવા પામ્યો હતો જેને લઈ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો.

સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરીનો તૈયાર પાક કાપણી સમયે વરસાદ વરસતા ખેડૂતોને નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજું કોરોના મહામારી બિજી બાજુ કુદરતી આફતો જેવી સ્થિતિ સર્જાતા લોકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેડુતોનુ કહેવું છે કે સરકાર યોગ્ય સરવે કરી સહાય ચુકવે તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment