ગીર-સોમનાથ જિલ્લા બાગાયતદારો જાણવા જોગ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

વર્ષ-૨૦૨૧-૨૨ માટેગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત માટે બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહશે. સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના ૭/૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment