મુખ્યમંત્રી વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિ ક્યાસ કાઢવા આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

     મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં તાઉ તે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે. મુખ્યમંત્રી આ અન્વયે આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો, માલ-મિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવામાં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કરશે. મુખ્યમંત્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાતમાં રાજ્ય મંત્રી શ્રીમતી વીભાવરીબહેન દવે, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયાં છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment