ડભોઇ એસ.ટી ડેપો ખાતે કોરોનાથી સંક્રમિત થયેલા એસ.ટી. નિગમના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કાયૅકમ

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

    હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પેરામેડિકલ સ્ટાફની માફક જ એસટી નિગમના કર્મચારીઓ પણ પોતાની ફરજો ખડે પગે નિભાવી રહ્યા છે ત્યારે નિગમના આ કર્મચારીઓ જનતાની સેવા કરવા માટે આજે પણ પોતાના પરીવારની પરવા કર્યા વગર અને તેમના જીવના જોખમે પોતાની ફરજો અદા કરી રહ્યા છે. એવામા‍ં એસ.ટી.નિગમના કેટલાક કર્મચારીઓ કોરોનાનીથી સંકમિત થઈને પોતાના જીવનું જનતાની સેવા માટે બલિદાન આપ્યું છે. જેથી કર્મચારીઓના પરિવારજનોએ તેમના કુટુંબના આધાર ગુમાવ્યા છે. એસ.ટી નિગમના વિવિધ યુનિયનો અને વડોદરા વિભાગ યુનિયન સંકલન સમિતિના આદેશને અનુરૂપ આજરોજ ડભોઇ એસ.ટી ડેપો મેનેજરની અધ્યક્ષતામાં ડભોઇ એસ.ટી નિગમના કર્મચારીઓએ તેમના સ્ટાફના અન્ય કર્મચારીઓએ કોરોનાથી સંક્રમિત થઈને પોતાના જીવનું બલિદાન આપ્યું છે. ત્યારે તેમની આત્માને શાંતિ આપવા માટે ડભોઇ એસ.ટી. ડેપો માં ડભોઈ ડિવિઝનના કર્મચારીઓની હાજરીમાં બે મિનિટ મૌન પાડી મૃત્યુ પામેલા કમૅચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કોરોના સંક્રમણ થી ડભોઇ ડેપો ના (૨) અને વડોદરા ડિવિઝનના (૧૪) કર્મચારીઓ મળી એસ.ટી નિગમના કુલ ૨૦૦ ઉપરાંત કમૅચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જે એક દુઃખદ ઘટના છે.
     એસટી નિગમના કર્મચારીઓ દરેક સંકટ માં પ્રજા માટે પોતાના જીવની પરવા કર્યા વગર રાત-દિવસ ખડે પગે પોતાની ફરજો નિભાવી પ્રજાને સેવા આપી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ ગણી બિરદાવવા જોઈએ. હાલમાં આ એસ ટી નિગમના કર્મચારીઓ જેઓએ કોરોનાથી સંક્રમિત થઈ પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે નિગમના કર્મચારીઓએને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માટે વિવિધ યુનિયનોએ સરકાર માં દરખાસ્ત પણ રજૂ કરી માગ કરી છે પરંતુ હજી સુધી સરકારે તેના ઉપર કોઈ એકશન લીધા નથી કે કોઈ નિર્ણય કર્યો નથી માટે સરકારે તાત્કાલિક ધોરણે એસટી નિગમના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી તેમના પરિવારજનોને મળવા પાત્ર લાભોની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવી આપવી જોઈએ જેથી કમૅચારીઓના પરિવારજનોને પોતાના જીવનનો નિર્વાહ કરવા માટે જરૂરી આધાર મળી જાય તેવી રજૂઆત નિગમના કર્મચારીઓ અને વિવિધ યુનિયનો એ કરી છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment