દિયોદર ધારાસભ્ય એ કોરોના અંતર્ગત સુવિધાઓ પુરી પાડવા નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

    રાજ્યમાં કોરોના કહેર થી હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીએ દિયોદર તેમજ લાખણી વિધાનસભા ક્ષેત્રના લોકો ને કોરોના કહેર વચ્ચે આરોગ્યને લઈ પડતી મુશ્કેલીઓને બાબતે ધ્યાન કેન્દ્રીત કરી ધારાસભ્ય એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી અને દિયોદર સીએચસી સેન્ટરો ખાતે તાત્કાલીક ધોરણે ઓક્સિજન વેન્ટિલેટર અને કોરોના વાઇરસ સામે લોકોને રક્ષણ આપે તેવી મેડીસીન ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા તંત્ર ને આદેશ કરવા વિનંતી કરતો પત્ર માં ઉલ્લેખ કર્યો છે. તદ ઉપરાંત દિયોદર ખાતે આવેલી આદર્શ વિધાલય માં પણ કોંગ્રેસના ના ધારા સભ્ય અને સંસ્થા ના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકરો એ સાથે મળી ચાલીસ બેડ તથા 10 ઓક્સિજન બેડ ની અગાઉથી પૂર્વ ત્યારી કરી છે અને જિલ્લા વહીવટી તંત્રને સારવાર કેન્દ્ર ઉભું કરવા લેખિત રજુઆત કરી છે અને આ સુવિધા કેન્દ્ર માટે મંજૂરી આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment