દિયોદર તાલુકાના નવા ગામે તળાવ ઉંડું કરવા ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલે ખાતમહુર્ત કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર 

   બનાસડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી એ બનાસકાંઠાને હરિયાળું બનાસ,પાણીદાર બનાસ બનાવવા નું બીડું ઝડપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી અને લોકભાગીદારી થક્કી અનેક તળાવો ઉંડા કરવાના છે.જેના ભાગરૂપે બનાસડેરીના જળસંચય યોજના હેઠળ દિયોદર તાલુકાના નવા (દિ) ગામમાં તળાવ ઊંડુ કરવા માટે દિયોદર તાલુકાના બનાસડેરીના ડિરેક્ટર આઈ.ટી.પટેલ ના હાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને તળાવ ખોદવાની કામગીરી નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેરીના ચેરમેન/મંત્રી અને હિંદવાણી સમાજના દેસાઈ મલાભાઈ, અમરાભાઈ પટેલ વિસ્તરણ અધિકારી અને ગામ આગેવાનો સાથે સહુ કોઈએ ઉત્સાહથી હાજરી આપી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment